હું રાહી તું રાહ મારી.. - 40

(69)
  • 5.7k
  • 4
  • 1.8k

તે દિવસે શિવમના ઘરે સન્નાટો છવાય ગયો હતો.શિવમની સાથે સાથે સૌ કોઈ શિવમના જીવનથી જોડાયેલી આટલી મોટી હકીકતથી વાકેફ થઈ ગયું હતું.ચેતનભાઈએ હવે આશા ખોઈ દીધી હતી કે શિવમ હવે તેમની સાથે જોડાઈને રહેશે.તેમને પહેલેથી જ પોતાની જન્મ દેનારી માતાના હત્યારા ગણી શિવમ તેમને તરછોડી જતો રહેશે તે ડરથી શિવમથી હકીકત છુપાવી હતી.પણ આજ તે જ હકીકત ચેતનભાઈએ તેમના જ શબ્દોમાં શિવમને જણાવવી પડી.હકીકત જાણ્યા પછી શિવમના મનમાં ચોક્કસ સવાલો ઉઠશે, અને શિવમના મનમાં તે જ સવાલોએ જન્મ લઈ લીધો હતો.શિવમ અત્યારે તેના પપ્પાને કોઈ સવાલ પૂછતો હતો.. “પપ્પા –મમ્મી મે