કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૮

(40)
  • 2.8k
  • 4
  • 1.3k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૮નીકી બંધ આંખે નિર્વસ અવાજે બોલી, "મમ્મી, કાલે મારી સાથે સારુ પણ થયુ અને ખોટુ પણ થયું. બોલ મમ્મી તને શું કહું.""પહેલા ખોટુ કહે પછી ..""મમ્મી ખોટુ એ થયુ કે વિશ્વાસ અને મારી વચ્ચેના જે કંઇ રીલેશન હતા તે બધા પુરા થઇ ગયા, તુટી ગયા, મેં...મેં અમારી વચ્ચેની રીલેશન શીપ નો અંત લાવી દીધો. હવે હું...."નીકીઅ પાંપણ પર આવેલા આંસુને લુછ્યુ અને બોલતા બોલતા થોડી વાર માટે અટકી."નીકી બેટા, તું નિરાંતે હળવેકથી વાત કર." નીકીની મમ્મીએ માથે હાથ ફેરવતા ફેરવતા હળવેકથી કહ્યું.""હા મમ્મી " નીકી ગળુ ખંખેરી રુંધાતા અવાજે બોલી.નીકીએ બારીની