ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૫

(48)
  • 3.7k
  • 8
  • 1.6k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું પંદરમું ઇન્સ્પેક્ટર ઠાકોરને અખબારો વાંચવાની ટેવ હતી. તેમની નજર સ્થાનિક સમાચારો પર વધુ સ્થિર થઇ જતી. વિવિધ વિસ્તારમાં બનતા ગુનાઓ વિશે તે ઝીણવટથી વાંચતા હતા. અને આત્મહત્યાના બનાવ તરફ એમનું ધ્યાન વધારે જતું હતું. આજે એક આત્મહત્યાનો કિસ્સો વાંચી ઇન્સ્પેક્ટર ઠાકોરની આંખ ચમકી ઊઠી. તેમણે અખબારનું સીટી ન્યુઝનું એ પાનું ધીરાજીને વાંચવા માટે આપ્યું.ધીરાજીએ "દિલ્હીના એક ઉદ્યોગપતિએ શહેરના ગેસ્ટ હાઉસમાં આત્મહત્યા કરી." નું મથાળું વાંચી અંદરની વિગતો પર નજર નાખી આત્મવિશ્વાસથી કહ્યું:"સાહેબ, આ આત્મહત્યાનો જ બનાવ લાગે છે....""ધીરાજી, હત્યાનો પણ કેમ ના હોય શકે? આપણે એમાં તપાસ કરવી જોઇએ." ઇન્સ્પેક્ટર ઠાકોરે આંખો બંધ રાખી વિચાર કરતાં પૂછ્યું."સાહેબ,