ગુરુ દક્ષિણા

(15)
  • 3.1k
  • 1
  • 725

ગુરુદક્ષિણા “આવતીકાલે ગુરુપૂનમની ઉજવણી આપણી હમેશની પરંપરા મુજબ રહેશે...અને હા....આલોકા આજથી તમામ બુલેટીન બોર્ડની ઉપરી તરીકે રહેશે.તમારે સહુએ એના નેતૃત્વમાં સુંદર કામ કરી, આપણા છાત્રાલયને દીપાવવાનું છે.” છાત્રાલયના જ્યોતબહેન જેને સહુ મોટીબેન તરીકે જ સંબોધતા,તેમનો સુંદર અવાજ પ્રાર્થનાસભામાં પડઘાયો....અને સહુ આવક બની આલોકા અને મોટીબહેનને વારાફરતી તાકી રહ્યા.એ પ્રશ્નાર્થ સાથે “કલ્મ્ચોરને સજા કરવાને બદલે ઇનામ?” પણ ૧૦૦ વિદ્યાર્થિનીઓના છાત્રાલયમાં વડા મોટીબહેનના નિર્ણય સામે કોઈ જ પ્રશ્ન ઉઠાવી જ ન શકે.હમેશા કડક સાડીમાં શોભતા અને એવો જ કડક સ્વભાવ ધરાવતા મોટીબહેનની એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં ગુસ્સો રહેતો...અલબત કોઈ પણ બનાવ બને ત્યારે શાંતિથી પૂરી તપાસ કરી,સહુને સાંભળ્યા