હું રાહી તું રાહ મારી.. - 39

(73)
  • 6.1k
  • 5
  • 1.8k

સમય જાણે થંભી ગયો હતો.શિવમ હકીકત જાણવા પણ માંગતો હતો છતાં કઈક તેને રોકી રહ્યું હતું.પણ હવે આ જ સમય હતો જેનો તેને ખૂબ ચીવટપૂર્વક સામનો કરવાનો હતો. શિવમે રાહી સામે જોયું.રાહીએ શિવમ સામે જોઈ આંખથી જ મંજૂરી આપી વાત આગળ ચલાવવા કહ્યું.દિવ્યાબહેનની આંખોમાં આંશું હતા.ચેતનભાઈનું માથું ફર્શ પર નમેલું હતું.કદાચ તે ફરી આ વાતનો સામનો કરવાની હિંમત જ ન હોય તેમ જતાવી રહ્યા હતા.આખા વાતાવરણમાં મૌન હતું. શિવમે હેમ માં ને વાત આગળ વધારવા કહ્યું.ત્યારે ચેતનભાઈ શિવમ પાસે આવ્યા. “શિવમ બેટા હવે આગળની વાત હું અને તારા મમ્મી તને કહીશું.કારણ કે