મહેંદી સાથે આડવેર ... (સત્ય ઘટના..મારી જ એક આત્મ કથા ) મહેંદી શબ્દ ને ને મારે જાણે હમણાંથી આડવેર છે.. સમય એવો આવી ગયો છે એટલે શું કહું તમને આ મારી કહાણી ... બસ કરમ ની કઠણાઈ કહો કે ..બીજું કંઈ નય.. હું આમતો દેખાવે સામાન્ય છોકરી.. પણ ઘાટીલી ખરી..નાનપણ થી જ મને મહેંદી ની ખુશ્બૂ ને રંગ બોવ ગમતો.. પેઈન્ટર તો હું 3 જા ધોરણ થી જ હતી એટલે મહેંદીની ડિઝાઇન પણ આવડતી બાજુ વાળા માસી જોડે એક ચોપડી હતી જેમાં બધી ડિઝાઈન હોય એ જોઈને મમી ના, બહેન ના , શેરીની છોકરીઓ ના હાથમાં ચિતરામણી કર્યા કરતી.. ઘણીવાર