નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ-૨૦સંધ્યા અને સુરજ વચ્ચે લડાઈ થઈ હતી. સંધ્યા ઘરે આવીને બસ રડ્યે જ જતી હતી. મોહનભાઈએ રુકમણીબેનના પૂછવાથી તેમને કાર્તિક અને સુરજના પપ્પા વિશે અને મીરાંના મામા વિશે, ને સુરજ અને સંધ્યાના પ્રેમસંબંધ વિશે જણાવ્યું. હવે જોઈએ આગળ.મોહનભાઈ અને રુકમણીબેનની વાતો સાંભળી, સંધ્યા નીચે આવી. સંધ્યા હજું કાંઈ બોલે એ પહેલાં જ સુરજ ત્યાં આવી પહોંચ્યો. સંધ્યાની આંખો જોઈને સુરજ સમજી ગયો કે, સંધ્યા બહું રડી હતી."યાર, આપણે જે કર્યું, એ એક નાટક હતું, તો તું શાં માટે રડી રહી છે??"સુરજની વાત સાંભળીને, રુકમણીબેન અને મોહનભાઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. બંને સુરજ સામે અચરજભરી