જૉકર - સ્ટૉરી એક લુઝરની - 22

(69)
  • 5.4k
  • 6
  • 2.6k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 22લેખક – મેર મેહુલ જુવાનસિંહ બાજુની ઓરડીમાં પ્રવેશ્યો ત્યારે ઘણો ઉત્સુક હતો.તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે આ સિલસિલાની શરૂઆત થઈ હતી. બે વર્ષ પહેલાં કે.પી.કોલેજમાં જે ઘટના બની હતી તેને કારણે સુરતના આખા પોલીસતંત્રની આબરૂ રોળાઈ હતી.એ કેસમાં કોણ કોણ શામેલ હતું તેની જાણ હોવા છતાં એક નિર્દોષ વ્યક્તિને બલીનો બકરો બનાવી પોલીસતંત્ર પોતાની ઈજ્જત બચાવવામાં કામયાબ નીવડ્યું હતું. એ સમયે જુવાનસિંહે જ એ વ્યક્તિને કસ્ટડીમાંથી ફરાર થવામાં મદદ કરી હતી.હાલમાં જે ઘટનાઓ બનતી હતી તેમાં એ જ વ્યક્તિની બદલાની ભાવના છુપાઈ હોવાનો અંદેશો જુવાનસિંહને આવી ગયો હતો. ઓરડીમાં