જૉકર - સ્ટૉરી એક લુઝરની - 21

(76)
  • 6.6k
  • 6
  • 2.6k

જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 21લેખક – મેર મેહુલ અમે બંને લોનમાં જઈ બેઠાં.નિધિએ બેગમાંથી પાણીની બોટલ કાઢી મને આપી.હું પાણી પી રહ્યો હતો ત્યારે નિધિ મને તાંકી રહી હતી સાથે મરક મરક હસતી હતી.“શું થયું?”મેં પુછ્યું, “કેમ હસવું આવે છે?”“ના કંઈ નહીં”તેણે હસતાં હસતાં વાત ટાળી.“ના બોલને,તારી સાથે હું પણ થોડું હસી લઉં”“તું આ શર્ટમાં જોકર જેવો લાગે છે,હાહાહા”નિધિ મોટેથી હસવા લાગી.“હાહાહા”હું પણ હસવા લાગ્યો, “કૃતિની ચોઇસ છે આ”“ના એમ તો સારો જ લાગે છે”તેણે સફાઈ આપતાં કહ્યું, “મને પસંદ છે”“મને ખબર જ હતી”મેં કહ્યું, “આમ પણ કોઈક મજનુંએ કહ્યું છે, તમે જેને પસંદ કરો છો તેની