જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-17લેખક – મેર મેહુલ નિધિ સાથે પહેલીવાર મેં ફેસ-ટુ-ફેસ વાત કરી હતી.અમે બંને કેન્ટીમાંથી નાસ્તો કરી બહાર નીકળ્યા એટલે શિકારની રાહ જોઇને બેઠેલા સિંહની માફક બકુલ મારી રાહ જોઇને બેઠો હતો.આવું કંઈક થશે તેની મને ખબર જ હતી.જ્યારે તેના કામ વચ્ચે મેં પગ આડો કર્યો ત્યારે જ તેના ચહેરા પરથી હું કળી ગયો હતો કે ભાઈબંધ વાત દિલ પર લઈ લેશે. બીજી બાજુ ભોળી નિધિને એમ લાગ્યું કે સરે મને મનાવવા માટે સલાહ આપી એ બાબતે વાત કરવા મને બોલાવ્યો હશે.છોકરાઓની વાત ના સમજી શકેને છોકરીઓ.નિધિએ મને કહ્યું, “તું કંઈ ના