જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-14લેખક – મેર મેહુલ સુરત જવા માટે મેં બા-બાપુને મનાવી લીધા હતા.જ્યારે હું સુરત જવા નીકળ્યો એટલે બડીએ પહેલો પાઠ ભણાવ્યો, “જૈનીત,હવે તું કોલેજમાં આવી ગયો.અત્યાર સુધી તારા તોફાનો ગામ સુધી જ સીમિત રહ્યા છે.હું નથી ઇચ્છતી કે તું શહેરમાં જઈને પણ આવા જ તોફાન કરે.શહેરમાં ગામ જેવું વાતાવરણ નથી હોતું.ધ્યાન રાખજે.” બધા છોકરાઓને આ સમયમાંથી એકવાર તો પસાર થવું જ પડે છે.ઘરના સભ્યો શિખામણ આપે અને આપણે આજ્ઞાકારી બાળક થઈને હામી ભરવી પડે.મેં પણ એ જ કર્યું.બા-બાપુના આશીર્વાદ લઈ બોરીયા-બીસ્તાર લઈ નીકળી પડ્યો પોતાની મંજિલ તરફ.સુરત,મક્કાનું પ્રવેશદ્વાર.બંધ મુબારક.જ્યાંથી જ પહેલીવાર અંગ્રેજો પ્રવેશ્યા