જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-13લેખક – મેર મેહુલ થોડી ક્ષણો પછી ક્રિશા જૈનીતથી દૂર થતાં સંકોચ સાથે બોલી, “સૉરી મને આવી પરિસ્થિતિમાં શું કરવું એ સમજાતું નહોતું.હું લાગણીમાં વહી ગઈ”“એનું નામ નિધિ હતું”જૈનીતે સ્વસ્થ અવાજે કહ્યું.,“હું જ્યારે પણ તેનું નામ સાંભળું છું,ખુદ પરથી કાબુ ગુમાવી બેસું છું”“એટલે જ હું જ્યારે એનું નામ બોલી એટલે તું ફસ્ટ્રેટ થઈ ગયો, ઓહહ..જૈનીત આટલી બધી નફરત કરે છે તું એને?”ક્રિશાએ ભાવુક થતાં પૂછ્યું.“પ્રેમ કરું છું”જૈનીતે કહ્યું.“તો ક્યાં છે નિધિ અત્યારે?”ક્રિશાએ પૂછ્યું.“તારે જૉકરની સ્ટૉરી સાંભળવી હતીને?”જૈનીતે કહ્યું, “રેકોર્ડિંગ શરૂ કર”“મતલબ એ છોકરો તું જ છે?”ક્રિશાએ આંખો પહોળી કરીને પૂછ્યું.જૈનીતે જવાબમાં માત્ર પલકો ઝુકાવી.ક્રિશાએ મોબાઈલ