કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૬

(43)
  • 4.1k
  • 1
  • 1.6k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૬વિશ્વાસે થોડીવાર પછી નીકીના ખભે હાથ મુકી ધીમા સ્વરે કહ્યું, "નીકી મારી લાઇફમાં હાલ લવ, ફીલીંગ્સ ..."વિશ્વાસને બોલતો અટકાવી નીકી રડમસ સ્વરે બોલી," મને ખબર છે, તારા માટે માસ્ટર ડીગ્રી જ પ્રાયોરીટી છે."ગાર્ડનમાં ફરફર વરસાદે ગતિ વધારી હતી. વરસાદના છાંટા વધતાં જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ભીની માટીની સુગંધ નીકી અનુભવી રહી હતી.નીકી ખભેથી વિશ્વાસનો હાથ હટાવી, ખભા ઉલાળી વરસતા વરસાદમાં ચાલવા માંડી. વિશ્વાસ નીકીને મનાવા, સમજાવવા તેની પાછળ ઉતાવળા પગલે જતો હતો, તયાંજ ગુસ્સે થઇ નીકી બોલી,"બસ વિશ્વાસ! હવે આપણો જે કંઇ સંબંધ હતો તે પુરો થાય છે. તુ