લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૭

(25)
  • 3.4k
  • 3
  • 1.3k

લોકડાઉનનો સત્તરમો દિવસ:મીરાં આજે સવારથી રાત થવાની રાહ જોઈ રહી હતી, આજે તેનો સમય પણ પસાર થઇ રહ્યો નહોતો, સુભાષ સાથે ચા પીતા વખતે પણ બંને વચ્ચે કોઈ વાત ના થઇ અને તે રસોડામાં પોતાના કામમાં લાગી ગઈ, સુભાષ બેઠકરૂમમાં જ બેઠા બેઠા વિચારી રહ્યો હતો કે કેવી રીતે મીરાં સામે પોતાના ભૂલની કબૂલાત કરી શકશે?"મીરાંનો સ્વભાવ તો ગુસ્સાવાળો છે, એ તો મેં છેલ્લા ત્રણ વર્ષમાં અનુભવી લીધું છે, હવે જયારે મારા કરેલા આ ખોટા કામ વિષે મીરાંને જાણ થશે ત્યારે શું થશે? શું મીરાં મને માફ કરી શકશે?" આ પ્રશ્નો સુભાષના મનમાં ઘેરાતા ચાલ્યા જતા હતા. "મેં જ સામેથી મીરાંને