લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૬

(28)
  • 3.9k
  • 2
  • 1.4k

લોકડાઉનનો સોળમો દિવસ:મીરાં પોતાના સંબંધને લઈને ખુબ જ ચિંતિત હતી, સુભાષની નજીક પહોંચવાના તેના પ્રયાસો પણ કાચા પડી રહ્યા હતા, તે હવે કોઈ એવો જાદુ કરવા માંગતી હતી કે તે સુભાષની એકદમ નજીક થઇ જાય, સુભાષ પણ મીરાંના નજીક આવવા માંગતો હતો, પરંતુ પોતે કરેલી ભૂલોના કારણે તેને મીરાંની નજીક આવવામાં ખચવાટ અનુભવાઈ રહ્યો હતો.સવારે મીરાં રસોડામાં પોતાના ભૂતકાળને યાદ કરી રહી હતી..."જ્યારે હું પ્રેગ્નેટ હતી ત્યારે સુભાષે મારી ખુબ જ કાળજી રાખી હતી, મારા સીમંત પહેલા હું અમદાવાદ જ રહી, અને સીમંત પછી પણ થોડા સમયમાં જ મારી દવા ચાલુ હોવાના કારણે સુભાષ મને અમદાવાદ લઇ આવ્યા હતા. એ સમય દરમિયાન