લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૫

(25)
  • 3.5k
  • 5
  • 1.4k

લોકડાઉનનો પંદરમો દિવસ:લોકડાઉનના કારણે રોડ રસ્તા, શહેર, ગામ, ગલી બધું જ સુમસાન પડ્યું હતું, ચૌદ દિવસો વીતી ગયા હોવા છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નહોતો, હાલત તો પહેલા કરતાં પણ વધારે ખરાબ બનતી જઈ રહી હતી, સુભાષ અને મીરાંના સંબંધોમાં પણ લોકડાઉન જ ચાલી રહ્યું હતું, મીરાં સુભાષ સાથે હવે આગળ વધવા માંગતી હતી પરંતુ સુભાષને પોતાનો ભૂતકાળ મીરાં સાથે આગળ વધવા દેવામાં સંકોચનો અનુભવ કરાવતો હતો, તેને કરેલી ભૂલની માફી તે મીરાં પાસે માંગી શકે તેમ પણ નહોતો, મીરાંએ તો પોતાના ભૂલોની કબૂલાત કરીને એક નવી શરૂઆત કરવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો, પરંતુ સુભાષ આગળ વધી શકે તેમ