સંબધની મર્યાદા

(18)
  • 4.4k
  • 3
  • 1.8k

રાતનું અંધારું મુંજવતું હતું, કાલ શું થશે તેની ચિંતા લાકડામાં લાગેલી ઉધઈ જેમ ખતરોડતી હતી. જિંદગીનો અંતિમ તબક્કો આવી ગયો હોય એવું ચેતન્યને લાગતું હતું. શ્વાસ ધમણ જેમ ચાલતો હતો. ઉંઘને તો પાંખ આવી હતી, ઉડી ગઈ હતી. મનમાં ખૂંચતું કે ડાયરેક્ટર ને જવાબ ના આપ્યા હોત તો સારું હોત. હવે કાલે શું થવાનું હતું એ તો ગ્રુપના મેસેજ જેમણે વાંચ્યા હતા તે બધા જાણતા હતા. રમતનું રણશીંગુ ક્યારે ફૂંકાય ગયું હતું તેની તો ખબર નહોતી. ખબર હોત તો ખોટા દાવ ચેતન્ય રમત જ નહીં. મનમાં ફફડાટ થતો હતો. ફોનની તૂટેલી ડિસ્પ્લે સામે જોવુ ગમતું નહોતું. અંધારી રાતે ફોન રણકી