રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 6

(131)
  • 4.2k
  • 10
  • 2k

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:6 રુદ્રએ ત્યાં પહોંચીને જોયું તો એ પાત્રમાં પાણી ભરેલું હતું અને એ પાણીમાં સર્પમિત્રા વનસ્પતિનાં પાન તરી રહ્યાં હતા. રુદ્રએ બારીકાઈથી જોયું તો આ બધાં પાન સૂકાં હતા જેને પાણીનાં પાત્રમાં નાંખવામાં આવ્યાં હતા. આવાં સૂકાં પાનને પાણીમાં ત્રણ પ્રહર જેટલાં સમય સુધી ડુબાડી રાખવામાં આવે તો એ પોતાની સુવાસ પ્રસરાવા લાગે છે. આ વિષયમાં વિચારતા રુદ્રને યાદ આવ્યું કે પોતે સાંજનાં સમયમાં એક સંગિગ્ધ વ્યક્તિને રાજકુમારી મેઘનાનાં શયનકક્ષની આજુબાજુ ફરતો જોયો હતો. નક્કી એ વ્યક્તિ જ આ બધી ઘટનાઓ પાછળ જવાબદાર હોવો જોઈએ એવું રુદ્રને લાગ્યું. "આ પાણીને અહીંથી દૂર એવી જગ્યાએ ઢોળી આવો