તે રાત્રે બે ગાડીઓ સામે-સામે ઊભી હતી. એક ગાડીની લાઇટ બીજી ગાડી પર પડી રહી હતી.તેમાં રાહી હતી. બીજી ગાડી આવી તે પહેલા થોડીવારે... “..અત્યારે તને શું સુજયું શિવમ?આમ આ રીતે મને અહિયાં મળવા માટે બોલાવી!! અને મને એક વાત સમજાવ કે આમ કોઈને ન કહીને ચૂપચાપ આવવાનું શા માટે કહ્યું?આપણે બધાને કહીને પણ મળી શકીએ છીએ.” રાહી. “અરે બધાને કહીએ તો તે લોકોને ખબર ન પડી જાય કે આપણે અહી મળવા અવિયા છીએ.”શિવમ. “તો ખબર પડી જાય તો શું કઈ ચોરી છે?”રાહી.