લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૨

(24)
  • 3.7k
  • 3
  • 1.6k

લોકડાઉનનો બારમો દિવસ:એક તરફ સુભાષ સુરભીના કારણે ચિંતાઓમાં ઘેરાયેલો હતો તો બીજી તરફ મીરાં સુભાષના કારણે. મીરાં પોતાના સંબંધને પહેલાની જેમ જીવંત કરવા માંગતી હતી ત્યારે સુભાષ એક નવી જ ગૂંચવણમાં પરોવાઈ ગયો હતો. આ ગૂંચવણનો અંત કેવી રીતે લાવવો તે સુભાષની ચિંતાનું કારણ હતું.સુભાષે ક્યારેય વિચાર્યું નહોતું કે સુરભી સાથે તે શારીરિક સંબંધથી જોડાશે પરંતુ સુરભી તેના નજીક આવવાના બધા જ પ્રયત્નો કરી રહી હતી, તે સુભાષ સાથે પોતાના શરીરની ભૂખ સંતોષવા માંગતી હતી, પરંતુ સુભાષ સાથે તેને એકાંત મળતું નહોતું. સુભાષ પણ પોતાની જાતને સુરભી આગળ ખુલીને અભિવ્યકિત કરતો હતો, એક દિવસ સુભાષને સુરભીએ પૂછી જ લીધું કે: "મીરાં