આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૫નીકી વિશ્વાસની એક એક વાત શાંતિથી સાંભળી રડી રહી હતી. નીકી અને વિશ્વાસને કોફી શોપમાં બેઠેલા અન્ય લોકો જોઇ રહ્યા હતા તેનાથી તે બંને અજાણ હતા. તે બંને એકબીજાની વાતમાં મશગુલ હતા ત્યાં જ ઓર્ડર લખવા માટે વેઇટર ટેબલ પાસે આવતા તેમની વાતચીતનો દોર તુટયો અને તે બંનેએ આજુબાજુ નજર ફેરવી ત્યારે તેમને ખબર પડી કે લોકો તેમને જ જોઇ રહ્યા છે. આ સીન જોઇ વિશ્વાસને બહુ ઓકવોર્ડ ફીલ થયું અને તેણે "સોરી નો ઓર્ડર કહ્યુ."વિશ્વાસે પોકેટમાંથી 100 રુની નોટ વેઇટરના હાથમાં થમાવીને નીકી સામે જોયું અને બહાર જવા ઇશારો કર્યો.