લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૦

(30)
  • 3k
  • 5
  • 1.6k

લોકડાઉનનો દસમો દિવસ:સવારે સુભાષને ચા આપી મીરા જયારે રસોડામાં જમવાનું બનાવી રહી હતી ત્યારે તેના મનમાં વિચારોનું વાવાઝોડું પણ ચાલી રહ્યું હતું, સુભાષની વાત તેને યોગ્ય લાગી રહી હતી, તેને સુભાષને કઈ થાય એની તો આશા જ નહોતી કરી પરંતુ હવે તેના મનમાં આ નવો ડર જન્મ લેવા માંડ્યો હતો. તેને તો ફક્ત એક ઘર લેવાનું સપનું જ જોયું હતું, પરંતુ સુભાષે તો આગળ શું થશે એની પણ ગણતરી કરી જ રાખી હતી. હા ભવિષ્યની ચિંતા સુભાષને કદાચ હજુ નથી થતી એવું મીરાંને લાગતું હતું પરંતુ તેને એ ક્ષણ પણ યાદ આવી જયારે મીરાંએ લગ્ન બાદ કાર લેવા માટે સુભાષને