લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૯

(21)
  • 3.3k
  • 2
  • 1.6k

લોકડાઉનનો નવમો દિવસ:રાત્રે મીરાંને ઉંઘ આવી નહોતી, તે સતત તેના અને સુભાષના સંબંધોને લઈને વિચારતી રહી, વિચારતા વિચારતા જ તે પોતાના ભૂતકાળમાં પહોંચી ગઈ, સુભાષનો પ્રેમ અને તેની ચિંતા કરવાની રીત તેને યાદ આવવા લાગી."અમદાવાદ આવ્યાના થોડા સમય બાદ જ લગ્ન પહેલાનો જે સુભાષનો પ્રેમ જોયો હતો તેના કરતા પણ વધારે પ્રેમ સુભાષ મને સાથે રહીને કરતો હતો. નાની નાની વાતે મારી ચિંતા, અઠવાડીએ એકવાર બહાર કઈ જમવા માટે કે ફિલ્મ જોવા માટે અમે બંને જતા, લગ્ન પહેલા મને એમ હતું કે સાસરે હું એકલી કેવી રીતે રહી શકીશ, પરંતુ સુભાષનો પ્રેમ જ એવો હતો કે મને પિયર જવાનું પણ મન