ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું બારમું ઇન્સ્પેક્ટર ઠાકોર અને ધીરાજીને એક ઉદ્યોગપતિએ ઝેર પીધાના સમાચાર મળ્યા એટલે તેમના બંગલા પર પહોંચી ગયા. ત્યાં જઇને જે વિગત જાણવા મળી એ આવી હતી. ઉદ્યોગપતિ ધનેશકુમારે આર્થિક સ્થિતિથી કંટાળી બીયરમાં ઉંદર મારવાની દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે ધનેશકુમારની પત્ની પિનાલીએ જે વાત કરી એને ધ્યાનથી સાંભળી. પિનાલીનું કહેવું હતું કે છેલ્લા છ માસથી ધંધામાં સતત ખોટ જઇ રહી હતી. તે પોતે કંપનીમાં જનરલ મેનેજર તરીકે હતી. આજે નવી બેલેન્સ શીટમાં કંપની પરનું દેવું વધારે વધી ગયાનું જોયા પછી તે ઉદાસ અને ચિંતિત હતો. મેં એને સમજાવ્યો કે બધા દિવસ સરખા હોતા નથી.