અધુુુરો પ્રેમ.. - 32 - લગ્ન નો પ્રસ્તાવ

(55)
  • 4.8k
  • 6
  • 2.1k

લગ્ન મંડપવાતમાં ને વાતમાં દસ દિવસ પસાર થઈ ગયાં. આજે પ્રવાસનો છેલ્લો દિવસ હતો.બધાએ ખૂબ જ મજા કરી.યાદોને વાગોળતાં વાગોળતાં સવારે વહેલાં સમયસર ઉઠીને નીકળી પડ્યાં. ડ્રાઈવર અને કંડકટર બસમાં સવાર થઈ ગયાં હતાં.અને ભગવાનનું નામ લઈ અને બસને હંકારી મુકી.રસ્તામાં ખુબ જ મોજ મસ્તી માણીને લાંબી પણ મજેદાર મુસાફરી કરી અને કલાકોની સફર ખેડી અને પોતાના ઘેર પહોંચી ગયાં. દરેકને પોતાના ઘરે પહોંચી અને આપણાં ઘેર આવી ગયાં એનો હાશકારો થયો. પોતપોતાના સામાન સાથે બસમાંથી નીચે ઉતર્યા. ડ્રાઈવર અને કંડકટર નો ખૂબ ખૂબ આભાર માન્યો, અને કહ્યું આપે બહુ જ સરસ ડ્રાઈવિંગ કરી અને અમને બધાને પરત ઘરે પહોચાડ્યાં