લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૭

(19)
  • 3.4k
  • 2
  • 1.6k

લોકડાઉનનો છઠ્ઠો દિવસ:આજે મીરાં સુભાષ કરતાં જલદી ઉઠી ગઈ હતી, ચા બનાવવામાં હજુ વાર હતી, સુભાષ અને શૈલી હજુ સુઈ રહ્યા હતા. મીરાં રસોડા તરફ આવી, પણ કોઈ કામ નહોતું એટલે બેઠક રૂમમાં એકલી જ બેસી રહી, બેસીને વિચારવા લાગી, 16 દિવસમાંથી એક દિવસ તો પસાર થઇ ગયો હતો. હવે બાકીના 15 દિવસ વિતાવવાના હતા, તે સુભાષ સાથે સહજતાથી જીવતા તો એક જ દિવસમાં શીખી ગઈ હતી, તેના મનમાં રહેલી બધી ઈચ્છાઓ, ગુસ્સો જાણે ક્યાં ફંગોળાઈ ગયા તેને ખુદને પણ ખબર ના રહી. પરંતુ તેના મનમાં એક જ પ્રશ્ન હતો કે સુભાષને પોતાનું ઘર લેવા અને ભવિષ્યને સારું બનાવવા કેવી રીતે