“ના એવું કઈ જ નહીં થાય.તું આવું બોલીશ પણ નહીં ફરી વખત અને વિચારીશ પણ નહીં.તે ઘટના વિષે મારે હવે ફરી ક્યારેય વાત જ નથી કરવી.મને ખબર છે કે મોરબીનું નામ આવતા જ તને તે વિચાર આવ્યો.મને પણ આવ્યો હતો જ્યારે મે મોરબીનું નામ સાંભળ્યુ...પણ હવે જ્યારે બધુ સારું જ થવા જઈ રહ્યું છે ત્યારે તે વાત ને યાદ કરી મારે...ખંજન મહેરબાની કરી મને ઘરે લઈ જા..અત્યારે જ.”રાહી. “રાહી આમ ગભરાઈ ન જા.એવી પણ કોઈ મોટી વાત નથી.હું સમજુ છું કે તને મોરબી નામથી પણ નફરત છે પણ તેમાં શિવમનો ભૂતકાળ સમાયેલો છે