રમેશ એટલે કિશોરવય અને જુવાનીની વચ્ચે હાલક-ડોલક કરતું છતાં પણ સ્થિર માનસ ધરાવતું એક સંપૂર્ણ સમજદાર વ્યક્તિત્વ .રમેશ એક સાધારણથી પણ સાધારણ ઘરનો એકનો એક દીકરો હતો . એના ઘરમાં પોતે અને એની માઁ બે જણાનો પરિવાર હતો . રમેશની ઓરડીની સામે જ રહેતા... એ ખાન ચાચા.... ખૂબ ભલો માણસ , એમની દુકાન રમેશની ઓરડીની સામે જ હતી . અને દુકાનની પાછળ ઘર ,ખાન ચાચાની દુકાનમાં દૂધ સિવાય અન્ય નાની મોટી જરૂરિયાતની વસ્તુઓ મળી રહેતી .ખાન ચાચાના કુટુંબમાં એમનું પોતાનું કોઈ હતું જ નહીં . પોતાના અમ્મી-અબ્બુનું કંકાશ ભર્યું લગ્નજીવન જોઈને એમણે આ જીવન કુંવારા રહેવાનો જ નિર્ધાર કર્યો હતો . ખાન ચાચા બોલવામાં ખૂબ