ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૧

(65)
  • 4.8k
  • 8
  • 2.3k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું અગિયારમું ઇન્સ્પેક્ટર ઠાકોર એક હત્યાના કેસમાં ખીરપુર ગામના સીમાડા પર પહોંચ્યા. પહેલી વખત તે કોઇ ગામડાનો કેસ ઉકેલવા આવ્યા હતા. ગામની સીમ પાસે જંગલ જેવી જગ્યાએ એક યુવતીની લાશ સાફાના સફેદ કપડાંથી ઢાંકેલી પડી હતી. ખીરપુરના એક ભરવાડે વહેલી સવારે બીજા ગામમાં દૂધ આપવા જતી વખતે યુવતીની અર્ધનગ્ન લાશ જોઇને પોલીસને ફોન કર્યો હતો. તેણે લાશ પર પોતાના માથા પર બાંધેલું કપડું કાઢીને ઢાંકી દીધું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરે લાશ પરથી એ કપડું હટાવ્યું અને અવલોકન શરૂ કર્યું. વીસ-બાવીસ વર્ષની યુવતી જણાતી હતી. શરીર થોડું ભરાયેલું હતું. શરીર પરના બધા જ વસ્ત્રો ફાટી ગયા હતા. તેના રંગરૂપ પરથી