ક્યાં છે એ? - 6

(26)
  • 4.1k
  • 4
  • 1.4k

ક્યાં છે એ? ભાગ : 6 “મિત્રો, હું જાણુ છુ કે લેકચર તમને ગમશે નહિ. પરંતુ આજે તમારી ફ્રર્સ્ટ મિટિંગ છે તો આપણા ગ્રુપના એજન્ડા અને એકટિવિટી વિશે થોડી માહિતી આપી દઉ.” અક્ષિતે નામ લખાવી દીધા બાદ પહેલા મિટિંગમાં તે સ્વાતિની સ્પીચ સાંભળી રહ્યો હતો. કોલેજના બગીચામાં આ મિટિંગ ગોઠવવામાં આવી હતી. ગુલમહોર અને ગરમાળાના ઝાડના છાંયડા હેઠળ તેઓ પંદર વિદ્યાર્થીઓ હતા જેમાંના બાર તો છોકરા હતા અને માત્ર ત્રણ જ છોકરી હતી. પીંક કલરનુ ટોપ અને વાઇટ જીન્સ પહેંરીને પગમાં સ્પોર્ટ શુઝ પહેરીને સાઇડ પર્સ લટકાવીને પોતાની આગવી અદાથી ઉભા રહીને સ્વાતિ જયારે સ્પીચ આપી રહી હતી ત્યારે અક્ષિતનુ