ક્યા છે એ? ભાગ : 4 “બચાઓ, બચાઓ, ભુત ભુત” બીજી રાત્રે પણ બુમ સંભળાતા અક્ષિત દોડીને મમ્મીના રૂમમાં ગયો. આગલી રાત્રિના અનુભવ બાદ સગુણાબહેન વ્યવસ્થિત સુઇ ગયા બાદ અક્ષિત પોતાના રૂમમાં કબાટ અને બધી વસ્તુઓ ચેક કરી રહ્યો હતો. હજુ રાત્રિના બાર પણ નહોતા વાગ્યા ત્યાં તો સગુણાબહેનની બુમ સંભળાઇ એટલે તે દોડીને ગયો.“અક્ષિત તુ કયા ગયો હતો? ભુત મને મારી નાખશે?” સગુણાબહેન પથારી પણ સંકોચાઇ બેઠા હતા અને ડરતા ડરતા બોલ્યા.“મોમ, ક્યા ભુત છે? શુ થયુ? હુ તો જસ્ટ પાણી પીવા ગયો હતો.” તે થોડુ જુઠ્ઠુ બોલ્યો.“હમણાં જ સ્વાતિનો ઓછાયો અહી હતો.” ડરતા ડરતા બારી સામે આંગળી ચીંધતા