જીદંગી જીવતા શીખો. - 2

(30)
  • 3.2k
  • 2
  • 1.4k

નિયમ : ૨) એક રાજાને બે કુવર હતા. બન્ને કુવરો હવે યુવાન થઈ ગયા હતા એટલે બન્નેમાથી કોઇ એકને યુવરાજ બનાવી રાજગાદી સોંપવામનો સમય આવ્યો. રાજા ઉમરમા મોટા હોય તેના કરતા વિચાર અને વર્તનમા મોટા હોય તેને રાજગાદી સોંપવા માગતા હતા એટલે રાજાએ પોતાના બન્ને કુવરોના વિચાર અને વર્તનની પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ. રાજાએ બન્ને કુવરોને બોલાવીને તેઓના હાથમા એકસો રૂપીયા અને બન્નેને સરખા ઓરડા આપ્યા અને કહ્યુ કે તમારે આ ૧૦૦ રૂપીયાથી તમને જે મન પડે તે વસ્તુઓ ખરીદી આ આખો રૂમ ભરી દેવાનો છે, તેમા કયાંય પણ જગ્યા ખાલી રહેવી જોઇએ નહી. હવે હું તમને એક અઠવાળીયા પછી મળીશ