ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-55 શ્રૃતિને સમજાતુ નહોતું કે દીદી ભાનમાં આવી કંઇ બોલતી કેમ નથી ? એ થોડીવાર બેસી બહાર નીકળી ગઇ એજ સમયે સ્તુતિએ આંખો ખોલી અને શ્રૃતિને બહાર જતી જોઇ રહી. સ્તુતિની આંખમાં આંસુ તગતગી ગયાં એણે ખૂબ કાબૂ કર્યો અને પાછી આંખો બંધ કરી દીધી. સ્તવનને કંઇ સમજાતું નહોતું કે સ્તુતિ સાથે શું થયું છે અને સ્તુતિ ભાનમાં આવીને પણ કેમ કઇ બોલતી નથી એ સ્તુતિની સામે જ જોયા કરતો. ********* પ્રણવભાઇએ વિનોદભાઇ અને વિનોદાબહેનનાં ઘરે ગયાં પછી અનસુયાબહેનને બોલાવ્યા "અનુ હવે મને ઘણું સારું છે મારે સ્તુતિની ખબર કાઢવા જવું છે મને લઇ જા. અનસુયા બ્હેનને ખૂબ આશ્ચર્ય