અંગત ડાયરી ============શીર્ષક : ઍરર લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલકમ્પ્યૂટર પ્રોગ્રામિંગ જે નવું-સવું શીખતા હોય તેઓને વારંવાર ‘ઍરર’ નો સામનો કરવો પડતો હોય છે. અમારા સાહેબ કહેતા, "યાદ રાખજો ઍરર હંમેશા કંઇક શીખવવા માટે આવતી હોય છે. ઍરર જેને આવે એ લકી કહેવાય. બીજા શબ્દોમાં કહેવું હોય તો જેને એકેય ઍરર ન આવે એ અનલકી. બીજું એ પણ યાદ રાખજો કે એકની એક ઍરર વારંવાર ન આવવી જોઈએ નહિંતર એ લકી-અનલકીને બદલે અણસમજુ વધુ કહેવાય. રોજેરોજ નવી-નવી ઍરર આવે તો વાંધો નહીં." વાત સાચી છે, દરેક ઍરર કંઇક શીખવી જ જાય છે.સાયકલ ફાસ્ટ દોડાવવા ગયા, તો બૅલેન્સ બગડ્યું,