પણ આજ તે અંદરથી ખુશ હતી કે જીગરના શરીરને લીધે જ અમે આ ગામ શોધી શક્યા.પહેલા દુઃખમાં અને આજ ખુશીમાં કોઈને નિંદર આવી રહી ન હતી.સવાર પડી ગઈ હતી.મિલન જીગર બધા જ જાગતા હતા.એક કવિતા થાકને કારણે આજ દસ દિવસની નિંદર એક સાથે લઈ રહી હતી.****************************************થોડીવારમાં જ ગામના ચાર લોકો તે ઝુંપડીની અંદર આવિયા.અમને હવે તમારી ઉપર વિશ્વાસ છે કે તમે ચોર કે લૂંટારા નથી.ઘણા દિવસ રેગીસ્તાનમાં ભટકીને તમે અહીં આવીયા છો.તમે બહાર નીકળી અમારુ ગામ જોઈ શકો છો.ગામની અંદર જ તમને અમારા સરપંચ મળી જશે.જે કઈ પણ વાત તમારે રજૂ કરવી હોઈ તે તેને કહી શકો છો.અહીંથી જ્યાં પણ