અંગત ડાયરી - સંબંધ (રિલેશન)

  • 5.1k
  • 1.5k

અંગત ડાયરી શીર્ષક : સંબધ - રીલેશન લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલ થોડા સમય પહેલા અમારું ફ્રીઝ બગડી ગયું હતું. ફ્રીઝના ડોરમાં નીચેનો ખૂંટો તૂટી ગયો હોવાથી ડોર બંધ નહોતું થતું. માંડ ટેકવી રાખો તો ખોલતી વખતે હાથમાં જ આવી જતું. મોટા શહેરમાં રહેતા હતા. એક બે કારીગરોને બતાવી જોયું. એક જ જવાબ મળ્યો: રીપેર નહિ થાય, બદલાવી નાખો આખું ફ્રીઝ. એ પછી અમારી સહેજ નાના શહેરમાં બદલી થઇ. ફ્રીઝ પણ સાથે લેતા ગયા. કારીગરને બતાવી જોયું. એ રીપેર કરી ગયો. એકદમ ચકાચક. એક વર્ષ થઇ ગયું. મસ્ત ચાલે છે. કારીગરે કહ્યું: ‘નાના ગામમાં તમને કોઇપણ વસ્તુ રીપેર કરવાવાળા મળી