એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૬ “ સથવારો ” રાતે વરસાદ પડ્યો હતો જેના કારણે રીવરફ્રન્ટની સિમેન્ટની દીવાલો અને કોંક્રિટ સિમેન્ટના રસ્તાઓ ભીના હતાં. વહેલી સવાર હતી ચોમાસુ હોવા છતાં ધીમો ધીમો પવન વાતાવરણને વધારે ઠંડુ બનાવી રહ્યો હતો. સાબરમતી વરસાદને કારણે છલોછલ હતી, પરંતુ એ સ્થિર હતી. ઇનકમટેક્સ પાસેના રીવરફ્રન્ટના સુમસામ રસ્તાના કારણે પક્ષીઓનો અવાજ ચોખ્ખો સાંભળી શકાતો હતો. આકાશ ચોખ્ખું થયું હતું, જેના કારણે થોડી થોડી સૂર્યની આભાઓ દેખાઈ રહી હતી, પરંતુ સૂર્ય પૂરેપૂરો ઉગ્યો નહોતો. લહેરાતા પવન સાથે ઉભેલી અંકિતા ફરી આજે વ્હાઇટ ડ્રેસમાં હતી, એણે ખાસ કોઈ એસેસરીઝ નહોતી પહેરી. ખાદીનો વ્હાઇટ ડ્રેસ,