શિકાર : પ્રકરણ 39

(222)
  • 6.7k
  • 8
  • 3.2k

શીલાએ આઈડી સરકાવ્યું અને એ જોઈ પેલી મહિલા બાળકોને લઈને બહાર આવી બરાબર એ જ સમયે બિલ્ડિંગ ઉપર ધડાકો થયો અને શીલા તેમજ પેલી મહિલા ઉપર કાટમાળ પડ્યો. એમાં બાળકો પણ... શીલાના માથા ઉપર મોટો ટુકડો પડ્યો હતો એટલે તેનાથી રાડ પણ નખાઈ નહિ. પેલી મહિલાએ બાળકોને બાથમાં લીધા પણ ઉપરથી ખીલાસરી વાળું એક ગાબડું તેના ઉપર પડ્યું અને બાળકોની કરુણ ચીસ આકાશ ફાડી નાખે ધરતીની છાતી ચિરાઈ જાય એવી વેદનાભરી ચીસ મોટા પથ્થર નીચે ગૂંગળાઈ ગઈ... આટલી કેપેસીટીનો ગ્રેનેડ કલ્પના પણ કરી શકાય તેમ નહોતો. * ધડાકો થતા આખીયે બિલ્ડીંગ પાછળના ભાગેથી નમી ગઈ હતી કારણ ગ્રેનેડ છત ઉપર