શિકાર : પ્રકરણ 35

(198)
  • 5.5k
  • 5
  • 3k

બક્ષીનો ફોન આવતા જ અદિત્યએ તૈયારી શરૂ કરી દીધી. નિધિ અને જુહીને એજન્ટોની પ્રચ્છન્ન નજર કેદમાં રાખીને આયોજન ઘડાયું. સિદ્ધાર્થને તો ક્યારનોય ઘરે મોકલી દેવાયો હતો. રુદ્રસિહને હવે હાફ ચડતો હતો. ફેફસામાં શ્વાસ ચડી જતો એટલે આદિત્યએ રુદ્રસિહને મિશનમાં ન લેવાની ગણતરી કરી પણ રુદ્રસિહ એકના બે થયા નહી. મનું પૃથ્વી અને રુદ્રસિંહની એક ટિમ થઈ. ટોમ, સમીર, સરફરાઝ અને સુલેમાન તેમજ લખુંભા અને જોરાવરની એક ટિમ થઈ. દીપ, શીલા, ટ્રીસ અને એજન્ટ કે સ્પેશિયલ કેબ ડ્રાઈવરની ટિમ થઈ. સોનિયા નીમી કે બીજા એજન્ટોને લેવાયા ન હતા કારણ વધારે માણસોની જરૂર ન હતી. એજન્ટ એ એકલા જ રહ્યા. બધું જ રિસ્ક