ટ્રુથ બિહાઇન્ડ લવ - 42

(107)
  • 5k
  • 8
  • 2.8k

ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-42 પાપાને હોસ્પીટલાઈઝ કરેલાં ત્યાં બધાં જ આવી ગયેલાં માત્ર સ્તુતિ અને સ્તવન નહોતાં. સ્તવન બેંગ્લોર હતો. અને સ્તુતિ પંચતારક હોટલમાં શ્રૃતિ બનીને ગઇ હતી. શ્રૃતિનાં ઘરે મંગુબાઇ સમાચાર કહેવા આવી અને એ ગભરામણમાં વાળ સરખા કરી સીધી હોસ્પીટલ દોડી હતી સામે માં મળી બંન્ને જણાં હોસ્પીટલ પ્હોચેલાં. હોસ્પીટલ પહોચીને શ્રૃતિને ખબર પડી કે મોબાઇલ ઘરે જ ભૂલાઇ ગયો છે. એણે મંમીનાં ફોનથી સ્તવનનાં પેરેન્ટસને જાણ કરી. સ્તવનનો ફોન લાગ્યો નહીં. સ્તવનનાં પેરેન્ટસ આવી ગયાં હતાં. બધુ પરવારી થોડું બધું ગોઠવાયું. પાપા રીસ્કમાંથી બહાર હતાં ડ્રેસીંગ કરી લીધુ. અને હવે સારુ હતું. માં એ કહ્યુ "બેટા તું ઘરે