મોડી રાત થઈ ચૂકી હતી પણ શિવમને નીંદર આવતી નહોતી.તેણે જાણ-જોઈને રાહીના થોડીવાર પહેલા આવેલા ફોનમાં તેમ કીધું કે પોતે નાઇટ ડ્યુટીમાં છે.જ્યારે પોતે તો ઘરે જ હતો. “નાઇટ ડ્યૂટીનું કહેવું જ યોગ્ય હતું.નહીં તો રાહી અત્યારે હું મારી પ્રેમિકા સાથે સમય પસાર કરી રહ્યો હોઈશ તેવું વિચારી પોતે તકલીફમાં પૂરી રાત વિતાવશે.આમ પણ રાહી છેલ્લા ઘણા સમયથી તકલીફમાં હતી અને તે પણ તેના પોતાના લીધે,માટે શિવમ નાઇટ ડ્યુટીમાં હોય તો કામમાં હોય તો એકલો જ હોય આમ વિચારી તે શાંતિથી સૂઈ શકે.”શિવમ વિચારી રહ્યો હતો. ત્યાં જ બહારથી ડોરબેલ