શિકાર : પ્રકરણ 29

(238)
  • 5k
  • 9
  • 2.6k

આદિત્યએ કપડાં પહેર્યા. ઉપર કોટ ચડાવ્યો. ચશ્મા પહેર્યા. આયનામાં જોયું. દાઢી વાળ મૂછો બધું તદ્દન સફેદ થઈ ગયું હતું. આંખો નીચે કરચલી પડી ગઈ હતી. ગન હાથમાં લીધી પણ હાથ ઉપર ચામડી હવે પહેલાના જેમ કડક નહોતી રહી, જરાક ઢીલી પડી ગઈ હતી. જોકે સફેદ મૂછો હજુય એમની એમ હતી. ભસ્મનું તિલક એમનું એમ હતું. ચહેરાની ચમક એમની એમ હતી. શરીરના સ્નાયુઓ એમના એમ હતા. આંખોમાં ચમક એમની એમ હતી. બસ વધારે દોડી શકે તેમ ન હતા ન તો વધારે દૂર સુધી જોઈ શકતા. માણસ ગમે તેવો હોય ઉંમર સાથે શરીરમાં ફેરફાર તો થાય જ છે. આજે વર્ષો પછી ખુદ