અરેઁજ મેરેજ

(32)
  • 5.5k
  • 1.7k

બધુ જ કામ પુરુ કરી, રૂમ બંધ કરીને હું ફ્રેશ થઈને બેડ પર સૂતી હતી. ધીમો ધીમો ચાલતો પંખો, કોફી રંગના પડદા, એક ડ્રેસિંગ કાચ અને થોડું ફર્નિચર જે મે જ પસંદ કરેલ હતું તેની વચ્ચે હું ભૂતકાળમાં સરી પડી....ડી.જે. નો કાનફાટ અવાજ, ધરતી ધ્રૂજવતો, હાજા ગગડાવતો, ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો. જેમ સંગીત નજીક આવે તેમ નાચવાનું મન થવાને બદલે હૃદય જોરજોરથી ધબકવા લાગ્યું હતું. મને તૈયાર કરતી બહેનપણીઓ ‘જાન આવી ગઈ, જાન આવી ગઈ....’ એમ કહીને વાડીમાં અમને સોંપેલા રૂમમાથી બહાર ગઈ. રૂમમાં એકલી બેઠેલ હું ડી.જે. પર ગુજરાતી ગીતો સાંભળી રહી હતી. હા, હું અરેંજ મેરેજ