ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૮

(80)
  • 3.9k
  • 6
  • 2k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું આઠમું ઇન્સ્પેક્ટર ઠાકોર માટે આ કેસ મહત્વનો હતો. તેમના જ પોલીસ સ્ટાફના એક કર્મચારીનું મોત થયું હતું. નજીકના પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વારાનંદ એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. પહેલી નજરે આ અકસ્માતનો જ કેસ હતો. પણ ઇન્સ્પેક્ટર ઠાકોર પહેલી વખતમાં કોઇ કેસને અકસ્માત માનતા ન હતા. તે મોતને હત્યાની નજરે જ જોતા હતા. અને આ તો તેમના જ સહકર્મચારીનું મોત હતું. તેનું સાચું કારણ તો જાણવું જ પડે. આવતીકાલે બીજા કોઇ કર્મચારી સાથે આવો બનાવ બની શકે છે. પોલીસ પોતાનું જ રક્ષણ નહીં કરે તો પ્રજાની સુરક્ષા કેવી રીતે કરી શકશે. ઇન્સ્પેક્ટર ઠાકોર ગંભીરતાથી વારાનંદના