મારી ચૂંટેલી લઘુકથાઓ - 50

  • 2.5k
  • 1
  • 996

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા હુકમનો એક્કો આ ઓફિસની પત્તાની જોડમાં શિવરામ વર્મા કાયમ હુકમનો એક્કો જ રહ્યો છે. મિસ્ટર વર્મામાં કોઈ તો ખાસ વાત છે જે કડકમાં કડક ઓફિસરને પણ પોતાની બાટલીમાં ઉતારી દે છે. હવે ગયા વખતની જ વાત કરીએ તો ઘરડા સેન ગુપ્તાએ અધિકારીની ફરજ સંભાળતાની સાથેજ સ્ટાફના દરેક વ્યક્તિની બેઠક વ્યવસ્થા બદલી નાખી હતી પણ એમની હિંમત ન થઇ કે મિસ્ટર વર્માને તેમની ‘કમાઉ બેઠક’ થી હલાવી પણ શકે. બે જ દિવસમાં મિસ્ટર વર્મા સેન ગુપ્તાના ઘર સુધી પહોંચી ગયા હતા અને તે મીસીસ સેન ગુપ્તા પાસે રાખડી બંધાવીને મિસ્ટર સેન ગુપ્તાના સાળા