ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૭

(76)
  • 4.2k
  • 5
  • 2.3k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું સાતમું ઇન્સ્પેક્ટર ઠાકોરે જ્યારે એક ભિખારીના મરણની તપાસ કરવાનો આદેશ કર્યો ત્યારે તેની હાથ નીચેના ધીરાજી સહિતના બધા જ કર્મચારીઓને નવાઇ લાગી. એટલું જ નહીં શહેરના અન્ય પોલીસ મથકના ઇન્સ્પેક્ટરોને પણ ઇન્સ્પેક્ટર ઠાકોરની આ વાત હસવા જેવી લાગી. ધીરાજીને પણ આ વખતે થયું કે સાહેબે બહુ નાના કેસમાં હાથ નાખ્યો છે. આવા મામૂલી કેસ પર કામ કરવાનો કોઇ અર્થ ન હતો. મોતના બધા કેસને શંકાની નજરથી જોવાનું યોગ્ય નથી.વાત એમ બની હતી કે ઇન્સ્પેક્ટર ઠાકોર ફુરસદમાં બેઠા હતા ત્યારે રોડ પર એક ભિખારી મૃત હાલતમાં પડ્યો હોવાનો કોઇનો કોલ આવ્યો ત્યારે ધીરાજીને લઇને ઇન્સ્પેક્ટર ઠાકોર જાતે