મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા વેપારી બંને પોતપોતાના ક્ષેત્રોમાં એક આગવું સ્થાન મેળવી ચૂક્યા હતા. બંને ઘનિષ્ઠ મિત્રો હતા પરંતુ તેમ છતાં બંને અલગ અલગ ધ્રુવ પર ઉભા હતા. વિજય આલોક સરસ્વતીનો ઉપાસક હતો તો અજય પ્રકાશ લક્ષ્મી પૂજક. આ જ વિષય પર આ તેમની ત્રીજી મુલાકાત હતી. પહેલી બંને મુલાકાતોનું કોઇપણ પરિણામ ન નીકળવા છતાં વિજય પૂરી રીતે આશ્વસ્ત હતો કે તે સાહિત્યની એક સ્પર્ધા માટે એક લાખનો પુરસ્કાર પ્રાયોજિત કરવા માટે અજયને અવશ્ય સહમત કરી લેશે. અજયના ભવ્ય ડ્રોઈંગરૂમમાં કીમતી અને સ્વાદિષ્ટ નાસ્તા પર બંને વચ્ચેની શાંતિને વિજયે જ તોડી, “હા, તો અજય ભાઈ, તમે