અર્ધ અસત્ય. પ્રકરણ-૬૯ પ્રવીણ પીઠડીયા આજનો દિવસ રાજગઢ ઉપર ભારે વિતશે એવા સ્પષ્ટ એંધાણ વર્તાતાં હતા. તેની સાબિતી રૂપે આકાશમાંથી અનરાધાર વરસતો વરસાદ બપોર થઇ હોવા છતાં ઘટવાને બદલે સતત વધી રહ્યો હતો. તેના લીધે ભરૂચથી રાજગઢ તરફ જતી સડક ઉપર આવેલાં સાંકડા પુલ ઉપર હવેતાં પાણીનાં સ્તરમાં અવીરત વધારો થઇ રહ્યો હતો. એ પુલનાં આ કાંઠે ફસાયેલો રમણ જોષી ભયંકર હતાશાથી સતત ફફડતો હતો. તે કોઇપણ ભોગે રાજગઢ પહોંચવા માંગતો હતો. બંસરીની ઉપાધીમાં તે લગભગ અડધો થઇ ગયો હતો અને રાજસંગ સાથે એ બાબતે તેણે ચર્ચા પણ કરી હતી. રાજસંગને પણ પરિસ્થિતિની ગંભીરતા સમજાતી હતી. રાજગઢ તરફની તમામ ફોન