“તેણે મને કેટલુ સીધી રીતે કહી દીધું કે તેના જીવનમાં કોઈ છે !!! અમારી વચ્ચે બધી વાતો થતી પણ આ નવી છોકરી વિષે તેણે મને ખબર પણ ન પડવા દીધી!! કે પછી હું જ તેના પ્રેમમાં એટલી ખોવાય ગયેલી કે મને તેના સિવાય કોઈ દેખાતું જ નહીં!! હું તેને ઓળખવામાં આટલી મોટી ભૂલ કઈ રીતે કરી શકું?તેણે જ તો મને કીધું હતું કે ‘ તું મને આટલું જલ્દી સમજનારી પહેલી વ્યક્તિ છો રાહી.’ અને આમ અચાનક કેમ કોઈ મારી જગ્યા લઈ શકે?” રાહીના અવાજમાં ચીડ,ચિંતા,આઘાત જેવા મિશ્ર ભાવો હતા. “પહેલી વાત