મુલાકાતવીશાલની વાતથી પલકને મનમાં શંકાઓના વાદળોએ ઘેરી લીધી. એ પહેલાં તો ઘરમાં જ્ઈને ખુબ જ રડી લીધું. એકતો હજી પોતે આકાશનું ચેપ્ટર ખતમ નથી કરી શકી ત્યાં તો એને વીશાલની વાતોએ દુઃખી દુઃખી કરી નાખી.એની ઉપર જાણે મોટો પહાડ ટુટી પડ્યો હોય એવું લાગ્યું.હંમેશા હસતી ખેલતી પલક અચાનક જાણે પીઢ બની ગ્ઈ હોય એવું લાગ્યું. ગમેતેના અને ગમેતેવા પ્રશ્ર્નો ને પલભરમાં સ્વોલ કરવા વાળી છોકરી આજે પોતાના જ સવાલોમાં ઉલજી પડી છે.એમનેમ વખત વીતતો ગયો. થોડા દિવસો પછી પલકને થયું કે મારે જેના સાથે જીવન પસાર કરવાનું છે. એ વ્યક્તિ ને જાણવું જોઈએ.એટલે પલકે એની મમ્મીને પુછ્યું મમ્મી જો તું